અંકલેશ્વર : મહારાષ્ટ્રના પશુપાલકોએ આલિયા બેટ ખાતે કરી હિજરત

ભરૂચ જિલ્લાના હાંસોટના આલીયાબેટ ખાતે હિજરત કરી રહ્યા છે. ચોમાસા દરમ્યાન આલિયા બેટ ખાતે ઘાસચારો અને પાણી મળી રહેતું હોવાથી પોતાના પરિવાર અને  હજારો ઢોર સાથે હિજરત કરી છે.

New Update

મહારાષ્ટ્રથી પશુપાલકો પોતાના ઢોરઢાખર સાથે ભરૂચ જિલ્લાના હાંસોટના આલીયાબેટ ખાતે હિજરત કરી રહ્યા છે. ચોમાસા દરમ્યાન આલિયા બેટ ખાતે ઘાસચારો અને પાણી મળી રહેતું હોવાથી પોતાના પરિવાર અને  હજારો ઢોર સાથે હિજરત કરી છે.

ચોમાસાનું આગમન થતા પશુપાલકો પોતાના ઢોરઢાખર સાથે લીલો ઘાસચારો અને પાણી મળી રહે તે જગ્યા એ સ્થળાંતર કરતા હોય  હોય છેત્યારે મહારાષ્ટ્ર  ખાતે પડાવ નાખી પશુપાલન કરતા પશુપાલકો ચોમાસાની શરૂઆત અગાઉ પોતાના પરિવાર અને ઢોરઢાખર સાથે ઘાસચારો અને પાણી મળી રહે તે માટે ભરૂચ જિલ્લાના હાંસોટના આલીયા બેટ ખાતે હિજરત કરી હતી.

પોતાના હજારો ઢોરઢાખર અને પરિવાર સાથે નીકળેલા પશુપાલકો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતાઅને અંકલેશ્વરથી હાંસોટના આલીયા બેટ તરફ રવાના થયા હતા. બળદ ગાડામાં ઘરવખરીનો  સામાન ભરી પોતાના પરિવારને બેસાડી આલીયા બેટ તરફ પ્રયાણ કર્યું હતું. ચોમાસામાં આલીયા બેટ પર લીલો ઘાસચારો અને પાણી મળી રહે તે માટે સ્થળાંતર કર્યું હતું. તેઓ દિવાળી સુધી આલીયા બેટ ઉપર પડાવ નાખીને રહે છેઅને દિવાળી બાદ તેઓ પશુઓને લઇ પરત મહારાષ્ટ્ર તરફ જતા રહે છે.

 

Latest Stories