અંકલેશ્વર : ચોમાસામાં દુર્ઘટના નોતરી શકે તેવી જર્જરિત 58 મિલકતો સામે પાલિકાની “લાલ આંખ”, વિપક્ષ નેતાએ ઉઠાવ્યા સવાલ..!

અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે.

author-image
By Connect Gujarat Desk
New Update

 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા 58 જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઈમારતોને ઉતારી લેવાની સૂચનાઓ આપવામાં આવી છે.

ચોમાસુ દસ્તક દઈ રહ્યું છેત્યારે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના 58 જર્જરિત ઇમારતોના માલિકોને કોઈ હોનારત ન સર્જાય તે માટે વહેલીતકે ઇમારત ઉતારી લેવા નોટિસ પાઠવાય છેઅને જે તે મિલકત ધારકને જર્જરિત મકાન ઉતારવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્રએ તૈયારી દર્શાવી છે. અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડીયાએ જણાવ્યુ હતું કેચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મિલકતોનો સર્વે કરીને નોટિસ પાઠવવામાં આવી છે.

તો બીજી તરફઅંકલેશ્વર નગરપાલિકા દ્વારા જર્જરિત મિલકત ધારકોને આપવામાં આવેલી નોટીસ મામલે પાલિકા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પણ સવાલ ઉઠાવ્યા છે. તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કેપાલિકાના શાસકો માત્ર નોટીસ પાઠવી સંતોષ માને છેઅને નોટીસ બાદ શું કામગીરી થવી જોઈએ તેના પર ધ્યાન આપવામાં નથી આવતું જે એક ગંભીર બાબત છે.

#મિલકતો #દુર્ઘટના #વિપક્ષ નેતા #પાલિકા #જર્જરિત #ચોમાસા #અંકલેશ્વર
Here are a few more articles:
Read the Next Article