New Update
/connect-gujarat/media/media_files/2025/02/21/CVLjZ7NAYkqsx0YdDsm2.jpg)
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની આલીશાન સીટી પાસે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીયાઓને રૂ.૧૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની આલીશાન સીટી પાસે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મીરાં નગરમાં રહેતો જુગારી સુરજસિંગ હરજીતસિંગ ગુરુબચ્ચન સિંગ,રાજેશ ચંદ્રસિંગ જોહરે,અવિનાશકુમાર મોહન રાય જંગ બહાદુર રાય તેમજ સુભાષ શિવચંદ જંગ બહાદુર યાદવને ઝડપી પાડ્યો હતો.
Latest Stories