અંકલેશ્વર: હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા શિરદર્દ બની, જુઓ આકાશી દ્રશ્યો

અંકલેશ્વર નજીક હાઇવે પર દિન પ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની રહી છે. નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી

New Update
અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લાંબા ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

અંકલેશ્વર નજીક હાઇવે પર દિન પ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની રહી છે. નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.આ ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં દૂર દૂર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે.

ભરૂચના મુલડથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી તો બીજી તરફ વાલીયા ચોકડીથી સુરત તરફની લેનમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પાંચથી સાત કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાય છે જેમાં અનેક વાહન ચાલકો અટવાય છે.ટ્રાફિકજામના કારણે વાહનચાલકોના સમય અને ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે.આ તરફ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સાળંગપુરને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આ સ્ટેટ હાઇવે પર પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોએ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકોના કલાકો વિતાવવા પડી રહ્યા છે.ટ્રાફિકજામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે

Read the Next Article

ભરૂચ: વાગરાના સારણ ગામે મકાનમાંથી થયેલ રૂ.30 લાખના માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કર ટોળકીના એક સાગરીતની ધરપકડ

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા

New Update
scsscs

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી ફૂલ રૂપિયા ૩૦.૮૫,૦૦૦/- મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી.

દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં દાહોદના ગરબાડા વિસ્તારના વિજય પલાસની સંડોવણી છે અને હાલ તે તેના ગામ આંબલી ખજુરીયા ખાતે છે જેથી પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપીની પુછપરછમાં ખુલાસો થયો હતો કે આરોપીની ટોળકીનો એક સાગરીત નિકેશ પલાસ અગાઉ વાગરા વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરતો હોય તેણે ભરૂચ જિલ્લાનાબગામડાઓ જોયા હતા આથી આરોપી તેના અન્ય સાગરીતો સાથે બસમાં આવ્યો હતો અને ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.આ મામલામાં પોલીસે  નિકેશ જવસીંગ પલાસ શિવરાજ ધારકા પલાસ  અરવિંદ મડીયા મિનામાને વોન્ટેડ જાહેર કર્યા છે.