અંકલેશ્વર: સ્પામાં રૂપિયાની લેતીદેતી બાબતે થઈ માથાકૂટ

ભરૂચના અંકલેશ્વરમાં બિલાડીની ટોપીની જેમ ધમધમતા સ્પા સેંટરોને પગલે માથાકૂટ અને મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે.કેટલાક સ્પા સેન્ટરમાં ગોરખધંધાઓ પણ ઝડપાયા છે.

New Update

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પાના કર્મચારીના રૂપિયા મુદ્દે સ્પા સંચાલકોમાં માથાકૂટ થઈ હોવાના સીસીટીવી કેમેરાના વિડીયો વાયરલ થયા છે.

અંકલેશ્વરમાં બિલાડીની ટોપીની જેમ ધમધમતા સ્પા સેંટરોને પગલે માથાકૂટ અને મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે.કેટલાક સ્પા સેન્ટરમાં ગોરખધંધાઓ પણ ઝડપાયા છે.ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પા સેન્ટર ચલાવતા જાગૃતિબેન દિલિપ વસાવાએ દિલ્હીથી પોતાના સ્પા સેન્ટરમાં કામ માટે પુજા ઉર્ફે પરી નામની યુવતીને તેના ખાતામાં ભાડા માટે 3 હજાર રૂપિયા આપ્યા હતા અને તેને અંકલેશ્વર બોલાવી હતી જે યુવતીએ અંકલેશ્વર આવી જાગૃતિબેનના સ્પાને બદલે પ્રકાશ વિશ્રામ સોલંકીને ત્યાં નોકરી શરૂ કરી હતી.
જેથી મહિલા સંચાલક પરી નામની યુવતી પાસે નીકળતા રૂપિયા આપી દેવા માટે સંચાલક પ્રકાશ સોલંકીને કહ્યું હતું જે બાદ ગતરોજ બપોરના સમયે મહિલા સંચાલક સામેવાળાના સ્પા ખાતે રૂપિયા લેવા માટે ગયા હતા તે દરમિયાન પ્રકાશ,પ્રિયા અને પરી સાથે રૂપિયા બાબતે બોલાચાલી થતાં ઝપાઝપી થઈ હતી આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ : લુવારા ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો,NH-48ના ફ્લાયઓવર કામના કારણે ખેતરોમાં ભરાયા પાણી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે.

New Update

લુવારા પાસે નિર્માણ થઇ રહ્યો છે ફ્લાયઓવર

ફ્લાયઓવરથી ખેડૂતોની મુશ્કેલી વધી

ફ્લાયઓવરથી  ખેતરમાં ભરાયા પાણી

ખેડૂતોએ નેશનલ હાઇવે ઓથોરિટીમાં કરી રજૂઆત  

ખેડૂતોએ હાઇવે ઓથોરિટી સામે વ્યક્ત કર્યો રોષ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે. ફ્લાયઓવર નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઉંચુ રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરીમાં ધ્યાન ન આપવામાં આવતા ખેતરોમાં પાણી જમા થયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છેજેના કારણે પાક બગડવાનો ભય ઉભો થયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી છેછતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી.ખેડૂતોનો આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છેજેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે.હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે.