અંકલેશ્વર : ગાડીમાં ધુમાડો ક્યાંથી નીકળે છે એ જોવા જતાં કાર માથી બેગની ઉઠાંતરી

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે રહેતા મોહંમદ ઈસ્માઈલ અદાત અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બાજુમાં આવેલ અંજલિ કોમ્લેક્ષમાં મોબાઈલ શોપ ધરાવે છે. 

New Update

અંકલેશ્વરમાં એક ચીલ ઝડપની ઘટના સામે આવી છે જેમાં બાઇક ચાલકે કાર ચાલકને ગાડીમાં ધુમાડા નીકળે છે એમ કહેતા ધુમાડા જોવા નીચે ઉતરેલ કાર ચાલક ગાડીમાં પરત બેસે તે પહેલા જ 1.50 લાખ ભરેલી બેગ ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો હાલઅંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી અનુસારઅંકલેશ્વર તાલુકાનાભાદી ગામ ખાતે રહેતા મોહંમદ ઈસ્માઈલ અદાત અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બાજુમાં આવેલ અંજલિ કોમ્લેક્ષમાં મોબાઈલ શોપ ધરાવે છે.12 જુનના રોજ રાત્રેવાગ્યે પોતાના નિત્યક્રમ મુજબ દુકાનબંધકરી પોતાની કાર લઇ ઘરે જવા નીકળ્યા હતા. તેદરમ્યાનજુના નેશનલ હાઇવે નંબરપર આવેલ લોર્ડ પ્લાઝા હોટલ પાસે એક બાઈક ચાલકે કાર માંથી ધુમાડા નીકળતા હોવાનું જણાવતા તેઓ ગાડી સાઈડ પર ઊભી રાખી બોનેટ ખોલી ધુમાડા ક્યાં થી નીકળી રહ્યા છે. તે જોઈ રહ્યા હતા તે દરમિયાન કારની સીટ પાસે મુકેલ1.50 લાખ રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ સાથેની બેગ કોઈ ઈસમ ચોરી પલાયન થઇ ગયો હતો. તેઓ ધૂમાડા અંગે તપાસ કરી પરત કારમાં બેસવા જતા પોતાની બેગ ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી તેઓ બેગની શોધખોળ શરુ કરતા બેગગડખોલપાટિયા પર આવેલ શુભમ માર્ટ સામે નહેરની બાજુ માંથી મળી આવી હતી. બેગમાં તમામ ડોક્યુમેન્ટ સલામત રીતે મળી આવ્યા હતા પણબેગની અંદર રાખેલારોકડ રૂપિયા1.50 લાખ ચોરી થઇ જવા પામ્યા હતા. જે અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઇ તપાસ શરુ કરી હતી. અત્રેઉલ્લેખનીય છે કે છેલ્લા72 કલાક માં ચીલ ઝડપનો બીજો બનાવ છે અનેબંનેબનાવમાં ચોરી થયેલ સામાન મળી આવ્યો હતો. અગાઉ અમદાવાદના ધારાશાસ્ત્રીનું લેપટોપ ભરેલી બેગ ચોરી થયું હતું જે રીક્ષા ચાલકે પરત કર્યું હતું. તો ગત રોજ પણ બેગ ચોરી થયું હતું પણ અંદર રહેલી રોકડ ગાયબ હતી. ત્યારેએક જ ગેંગ સક્રિય હોવાની આશંકા ને નકારી શકાયએમનથી. 

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.