-
આતંકી હુમલાનો વિરોધ
-
હાંસોટમાં યોજાયો કાર્યક્રમ
-
મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
-
આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ
-
વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા
જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચના હાસોટ ખાતે પણ શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું.તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્ડલ પ્રજવલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં હતા.તો બીજી તરફ આતંકવાદીઓને કડક સજાની માંગ સાથે સૂત્રોચાર કરાયા હતા.આ વિરોધ પ્રદર્શનમાં હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જે. ડી.પટેલ, આગેવાન વનરાજસિંહ પટેલ, જીગ્નેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા