New Update
/connect-gujarat/media/media_files/2025/09/16/bike-theif-2025-09-16-16-32-32.jpg)
અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રોડની સામે દીવાલ નજીક પાર્ક કરેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના પીરામણ ગામના ટાવર બિલ્ડીંગમાં રહેતા મુકેશ રામસિંગ ડામોરએ પોતાની બાઈક નંબર-જી.જે.20.એ.એફ.8204 ગત તારીખ-13મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રોડની સામે દીવાલ નજીક પાર્ક કરી પોતાના વતન દાહોદ ખાતે ગયા હતા. તે દરમિયાન વાહન ચોરે ત્રાટકી તેઓની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
વાહન ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન પોલીસે કોસમડીના સફેદ કોલોની ખાતે રહેતો રીઢા આરોપી સુનિલ પરબત નાયકને ભરૂચ એલસીબીએ પ્રતિન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories