New Update
-
હોળી ધુળેટીના પર્વને ઉજવવા થનગનાટ
-
કામદારો વતન જવા માટે રવાના
-
પરિવાર સાથે મનાવશે પર્વ
-
ઉદ્યોગોમાં ઉત્પાદન પર અસર
-
10 થી 20 ટકા ઉત્પાદન ઘટશે !
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે જેના કારણે ઉદ્યોગોને ઉત્પાદન પર પણ અસર પડશે.
રંગોના પર્વ હોળી-ધૂળેટી આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે શ્રમિકો પણ તહેવારની ઉજવણી કરવા માટે માદરે વતન જઇ રહ્યા છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે. આદિવાસી સમાજ તથા ઉત્તર ભારતીય સમાજના શ્રમિકો તેમના પરંપરાગત તહેવારને પરિવાર સાથે ઉજવવા માટે વતનની વાટ પકડી લેતાં હોય છે.
શ્રમિકોએ વતનની વાટ પકડી લીધી હોવાથી ઉદ્યોગોમાં કામદારોની અછત હોવાથી તેની સીધી અસર ઉત્પાદન ઉપર પડી રહી છે. હોળી-ધૂળેટીના એક મહિના પછી કામદારો પરત આવતાં હોય છે અને ત્યાં સુધી ઉદ્યોગો શ્રમિકોની અછત વચ્ચે ગાડુ ગબડાવશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં પરપ્રાંતીય કામદારો સહીત હેલ્પરો વતનની વાટ પકડતા મંદી વચ્ચે ૫૦ ટકા જ ધંઘો રહ્યો છે તેવામાં કામદારોની અછતના પગલે ૧૦થી ૧૫ ટકા ઉત્પાદન પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Latest Stories