સ્વરછતા સર્વેક્ષણના પરિણામ જાહેર
અંકલેશ્વર નગર સેવા સદનનો સારો દેખાવ
સમગ્ર દેશમાં 13મો ક્રમ હાંસલ કર્યો
ગતવર્ષે 63માં ક્રમે રહી હતી
વિવિધ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરાય
દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં અંકલેશ્વર નગર સેવાસદનનું સારું પ્રદર્શન જોવા મળ્યું છે ગત વર્ષે તેને 63માં ક્રમે રહેલી નગરપાલિકાએ આ વર્ષે સમગ્ર રાજ્યમાં 13મો ક્રમ હાંસલ કર્યો છે.
દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો છે. ગત વર્ષે અંકલેશ્વર નગર સેવાસદનનો સમગ્ર રાજ્યમાં 63 મો ક્રમ હતો જોકે તેમાં સુધારો થઈને આ વખતે 13 મો ક્રમ પ્રાપ્ત થયો છે.અંકલેશ્વર નગર સેવા સદનને ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્ટાર મેળવ્યો છે.સ્વચ્છતા સર્વેક્ષણમાં અંક્લેશ્વરને 12,500માંથી 9,792 ગુણ પ્રાપ્ત થયાં છે.
દક્ષિણ ગુજરાતમાં 3 ગાર્બેજ ફ્રી સીટી પૈકી અંકલેશ્વરનો પણ સમાવેશ થયો છે.ભીના અને સુકા કચરાના નિકાલના મામલે પણ અંકલેશ્વર નગર સેવા સદનને 45 ટકા ગુણ મળ્યા છે.આ અંગે અંકલેશ્વર નગરના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે નગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના વિવિધ માપદંડો સુધી પહોંચવા માટે સમયાંતરે જનજાગૃતિ કાર્યક્રમો સાથે ટેક્નિકલ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ડોર ટુ ડોર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, જાહેરમાર્ગો પર સફાઈ અને સ્વરછતા અંગે લોકોની પણ સહભાગીતાના કારણે આટલી સફળતા પ્રાપ્ત થઈ છે.