અંકલેશ્વરનું “સુવિધાસભર કેન્દ્ર” : ટોકન સિસ્ટમ સાથે કાર્યરત સીટી સિવિક સેન્ટર નાગરિકો માટે બન્યું આશીર્વાદરૂપ...

અંકલેશ્વરના ચૌટાબજાર વિસ્તારમાં નગર સેવાસદન દ્વારા રૂ. 1.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સીટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
  • ચૌટાબજાર વિસ્તારમાં પાલિકા દ્વારા સીટી સિવિક સેન્ટરનું નિર્માણ

  • પાલિકા કચેરીએ ધક્કો ન ખાવો પડે તે પ્રકારનું પાલિકાનું આયોજન

  • એક સ્થળ અને એક છત નીચે થતાં અરજદારોના દસ્તાવેજી કામો

  • દરરોજ અંદાજે 200થી વધુ અરજીઓનો કરવામાં આવે છે નિકાલ

  • લોકોને કતારમાં ઉભા રહેવું ન પડે તે માટે ટોકન સિસ્ટમ ઉપલબ્ધ

  • સીટી સિવિક સેન્ટર નાગરિકો માટે બની ગયું છે સુવિધાસભર કેન્દ્ર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટર નાગરિકો માટે સુવિધાસભર કેન્દ્ર બન્યું છે. પાલિકા કચેરીએ ધક્કો ન ખાવો પડે તેમજ જરૂરી દસ્તાવેજી કામો એક જ સ્થળે એક છત નીચે થતાં લોકો માટે સીટી સિવિક સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થયું છે.

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા ખાતે આવતાં અરજદારોને જન્મ-મરણના દાખલા સહિતના જરૂરી દસ્તાવેજો માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે આ નાગરિકોની આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. અંકલેશ્વરના ચૌટાબજાર વિસ્તારમાં નગર સેવાસદન દ્વારા રૂ. 1.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સીટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકોની સમસ્યાનો હલ લાવવા માટે શહેરના સૌ પ્રથમ સિવિક સેન્ટરનું લોકાર્પણ કરી દેવાયું છે.

પાલિકા કચેરીથી સીટી સિવિક સેન્ટરનું અંતર માત્ર દોઢ કિમી જેટલું છે. સીટી સિવિક સેન્ટરમાં 6 કોમ્પ્યુટર સિસ્ટમ સાથે 6 કાઉન્ટર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અરજદારોને કતારમાં ઉભા રહેવું ન પડે તે માટે ટોકન સિસ્ટમ અને બેસવાની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. સીટી સિવિક સેન્ટરમાં સરકારની વિવિધ યોજના તેમજ સુવિધા નાગરિકોને એક જ છત નીચે મળી રહી છેજ્યાં રોજના 200થી વધુ અરજદારોની અરજીનો નિકાલ કરવામાં આવે છે.

અરજદારોને જન્મ-મરણની નોંધણીમિલકત વેરોવ્યવસાય વેરો સહિતના કામો એક જ સ્થળે કરવામાં આવે છે. જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છેત્યારે કહી શકાય કેઆ જનસુવિધા કેન્દ્ર ખરા અર્થમાં નાગરિકો માટે સુવિધાસભર કેન્દ્રો બન્યા છે.

Read the Next Article

ભરૂચ: નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલના મકાનનું નવીનીકરણ, દાતાઓનો સત્કાર સમારોહ યોજાયો

નબીપુર ખાતે આવેલ ધી નબીપુર સાર્વજનિક હાઇસ્કુલનું હાલનું મકાન 1971 મા નિર્માણ પામ્યું હતું પણ સમય જતા તેનું નવીનીકરણ ખૂબજ જરૂરી થઈ ગયું હતું.

New Update
  • ભરૂચના નબીપુરમાં આવેલી છે શાળા

  • સાર્વજનિક હાઈસ્કૂલના મકાનનું નવીનીકરણ

  • શાળા દ્વારા યોજાયો સત્કાર સમારોહ

  • દાતાઓનું સન્માન કરવામાં આવ્યું

ભરૂચની નબીપુર સાર્વજનિક હાઇસ્કુલના મકાનનું નવીનીકરણ થરા શાળા પરિવાર તરફથી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર સાર્વજનિક હાઇસ્કુલનું હાલનું મકાન 1971 મા નિર્માણ પામ્યું હતું પણ સમય જતા તેનું નવીનીકરણ ખૂબજ જરૂરી થઈ ગયું હતું. જેના માટે ગામના સમાજ સેવકો સલીમભાઈ કડુજી અને શોકતભાઈ સરમીએ આ કામ માટેનું બીડું ઝડપી લીધું હતું.
તેઓએ તેમનો કિંમતી સમય આપી UK સ્થિત નબીપુરના NRI ગ્રામજનોના સહયોગ થકી શાળાના મકાનનું નવીનીકરણનું કામ આટોપ્યું હતું અને શાળાને એક નવી ઓળખ આપી છે. તેઓના આ કામને બિરદાવવા માટે નબીપુર હાઇસ્કુલ પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજ્યો હતો. જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફર કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિત ગામના આમટ્રીટ મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા જેમાં તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Latest Stories