અંકલેશ્વર ન.પા.ના કર્મચારી રઘુવીરસિંહ મહિડા વિરુદ્ધ વધુ એક દરખાસ્ત, વેરઝેરમાં સ્વ.નિલેશ પટેલના પરિવારજનોને મરણનું પ્રમાણપત્ર ન આપ્યું હોવાના આક્ષેપ

જન્મ મરણ શાખાના કર્મચારીએ સ્વ. કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું મરણનું ફોર્મ ખોટી રીતે હદનો મુદ્દો ઉઠાવી પરત મોકલતા, રઘુવીરસિંહ મહિડાને ફરજ મોકૂફ કરવા મુખ્ય અધિકારીને દરખાસ્ત કરાઈ

New Update
Ankleshwar nagarpalika
અંકલેશ્વર પાલિકાના જન્મ મરણ શાખાના કર્મચારીએ સ્વ. કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું મરણનું ફોર્મ ખોટી રીતે હદનો મુદ્દો ઉઠાવી પરત મોકલતા, રઘુવીરસિંહ મહિડાને ફરજ મોકૂફ કરવા મુખ્ય અધિકારીને દરખાસ્ત કરાઈ છે.
અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારી રઘુવીરસિંહ જે. મહીડા હાલમાં સબ-રજીસ્ટાર જન્મ - મરણ વિભાગમાં ફરજ બજાવે છે. જેની સામે સભ્ય જહાંગીરખાન પઠાણ અને વિશાલ ચૌહાણે મુખ્ય અધિકારીને દરખાસ્ત કરી છે. જેમાં અરજ કરાઈ છે કે, કારોબારી ચેરમેન સ્વ. નિલેષભાઈ પટેલનું 15 ફેબ્રુઆરીએ અકસ્માતમાં અવસાન થયું હતું. અવસાન બાબતે સબ-રજીસ્ટાર જન્મ - મરણ સિવિક સેન્ટરમાં નોંધણી અર્થે ડિક્લેરેશન ફોર્મ રજુ કરતા ફોર્મ ઉપર ખોટી રીમાર્ક મારી ફોર્મ પરત કરાયું છે.

Death Certificate

જન્મ - મરણના કાયદા મુજબ જે સીમાડા વિસ્તારમાં મરણ થયેલ હોય તે વિસ્તારમાં જન્મ - મરણ કચેરીમાં નોંધણી કરાવાની હોય છે. આ કેસ સબંધમાં અરજી ફોર્મ સાથે પોલીસ ફરિયાદની નકલ બિડાણ કરેલ તેમાં દર્શાવ્યા મુજબ સ્વ. નિલેષભાઇનો અકસ્માત અડોલ - હજાત રોડ ઉપર થયો હતો. પ્રાથમિક સારવાર માટે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત પછી તેઓને સારવાર માટે લઈ જતા હાંસોટ - અંકલેશ્વર રોડ ઉપર ભરૂચી નાકા પાસે તેઓનું અવસાન થયું હતું. તેવું ડિક્લેરેશન ફોર્મમાં જણાવેલ છે. તેઓની ડેડબોડી કોઈ સ્થળેથી કલેક્શન કરવામાં આવેલ નથી. કે સ્થળ ઉપર મરણ થયેલ નથી જેથી પોલીસ પંચનામું મળી શકે તેમ ના હોય.
જન્મ-મરણ અધિકારી રઘુવિરસિંહ મહિડા ખોટા પુરાવાઓ માંગી હેરાન કરે છે. અગાઉ પણ પાલિકાના પદાધિકારી તરીકે ફરજ પર થી બેદરકારી રાખવા બદલ ચેરમેન કારોબારી તરફ ઠપકો આપેલ જેનું વેર - જેર રાખી તેઓના કુટુંબના સભ્યોને મરણના દાખલા માટે હેરાન પરેશાન કરાઈ રહ્યાં છે. આ અગાઉ પણ માજી-પ્રમુખ અને કારોબારી ચેરમેન અને હાલના સભ્ય સંદિપ ડી. પટેલ તેઓની સામે સામાન્ય સભામાં દરખાસ્ત કરી હતી. જેને ધ્યાને લઇ બન્ને સભ્યોએ તાત્કાલિક અસરથી રઘુવીરસિંહ મહિડાને ફરજ મોકૂફ ઉપર મુકવા માંગ કરી છે. જે અંગે ગુજરાત અધિનિયમ 51 મુજબ ટેકા દરખાસ્ત રજુ કરી છે.સાથે સ્વ. ચેરમેન કારોબારી કમિટી નિલેષ પટેલની મરણ નોંધણી કરી નકલ આપવા રજુઆત કરાઈ છે.
Latest Stories