New Update
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દ્વારકાધીશ રેસ્ટોરન્ટ પર મારામારી કરવાના ગુનામાં પોલીસે યુવા ભાજપના ઉપપ્રમુખ સહિત કુલ 12 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના કોલેજ રોડ પર આવેલાં દ્વારકાધીશ રેસ્ટોરેન્ટ પર ગત 6 ઓગષ્ટના રોજ ધિંગાણું સર્જાયું હતું. જેમાં જુલેલાલ પાનની દુકાનવાળા પ્રદિપ ચુનીલાલ કલવાણી તેમજ હસમુખ ઉર્ફે લાલો રમણ રાવળ પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ દલપત પટેલ તેમજ જય મહેશ ચૌહાણ સહિત ટોળા વિરૂદ્ધ સી ડિવિઝન પોલીસ મથકે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો.
પોલીસે તેમને શોધવાની કવાયત હાથ ધરતાં પ્રજ્ઞેશ તેમજ જય ફરાર હતાં. દરમિયાનમાં સી ડિવિઝનના પીઆઈ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રજ્ઞેશ અને જય એક્ટિવા પર એબસી સર્કલ તરફ જઈ રહ્યાં છે
જેથી ટીમે તુરંત એક્શનમાં આવી તેમને બન્નેને ઝડપી પાડયા હતા.આ ઉપરાંત અન્ય 10 લોકોની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories