ભરૂચ: ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 14 સ્કૂલ વેન-રીક્ષા ચાલકો પાસે રૂ.1.65 લાખનો દંડ વસુલાયો

આજરોજ ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા ભરૂચમાં સ્કૂલ વેન અને રીક્ષાનું  ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

New Update
IMG

રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ફાયરસેફ્ટીને લઈને સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે તાજેતરમાં જ નવા શૈક્ષણિકસત્રનો પ્રારંભ થયો છે.

ત્યારે સ્કૂલ વેન અને રીક્ષાચાલકો વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે કેમ એ બાબતે પોલીસ અને RTO વિભાગ હરકતમાં આવ્યું છે ત્યારે આજરોજ ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા ભરૂચમાં સ્કૂલ વેન અને રીક્ષાનું  ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આરટીઓ વિભાગ દ્વારા 14 વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આ તમામ વાહનોમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા હોવાનું બહાર આવ્યું હતું સાથે જ એક વાહનને ડિટેઇન પણ કરાયું હતુ. તો વાહન ચાલકો પાસે રૂપિયા 1,65,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વેન અને રીક્ષા ચાલકોનું આ પ્રમાણે ચેકિંગ હાથ ધરવામાં આવશે

Latest Stories