ભરૂચ: નારાયણ વિદ્યાલય શાળામાં 18મું જ્ઞાનસત્ર યોજાયું,શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર આયોજન

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18માં જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું....

New Update
  • ભરૂચમાં આવેલી છે શાળા

  • નારાયણ વિદ્યાલય શાળામાં આયોજન

  • 18માં જ્ઞાન સત્રનું આયોજન

  • ક્રિયાત્મક સંશોધન વિષય પર આયોજન કરાયું

  • શાળા પરિવાર અને શિક્ષકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18માં જ્ઞાન સત્ર યોજાયું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18માં જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના શિક્ષકોની જુદી જુદી સમસ્યાને લઈ  સોલ્યુશન માટે  એક્શન રિસર્ચ કરી તેના અહેવાલ સાથે રજૂઆત કરવામાં આવી હતી.આ જ્ઞાન સત્રમાં 85 શિક્ષકો દ્વારા 85 સંશોધન પેપરનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આણંદ એજ્યુકેશન કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ધીરજ પરમાર, એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર પિનાકીન યાજ્ઞિક, ખરોડ બી.એડ. કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ડોક્ટર જયંત શાહ, શાળાના આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories