ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ નીચે જુગાર રમતા 2 જુગારી ઝડપાયા

ભરુચ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ નીચે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના માર્ગ ઉપરથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા 

New Update
bhr aropi jugar.jpg

ભરુચ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ નીચે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના માર્ગ ઉપરથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા 

ભરુચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન નર્મદા મૈયા બ્રિજ નીચે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 10 હજાર અને ફોન મળી કુલ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કુંભારિયા ઢોળાવ લીમડી ચોક પાસે રહેતો શહેબાઝ બશીર અબ્દુલ મઝીદ મસ્તાન અને હનીફ અહેમદ શેખને ઝડપી પાડ્યો હતો.
Latest Stories