ભરૂચ: ધોરણ 10 બોર્ડનું ગતવર્ષની સરખામણીએ 2.46% વધુ પરિણામ, કુલ 83.58 ટકા પરિણામ જાહેર થયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચ જિલ્લાનું 83.58% પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષની સરખામણીએ 2.46% વધુ પરિણામ છે.

New Update
  • ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

  • ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર

  • ભરૂચ જિલ્લાનું 83.58% પરિણામ

  • પરિણામમાં 2.46 %નો વધારો

  • A-1 ગ્રેડમાં 493 વિદ્યાર્થીઓ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચ જિલ્લાનું 83.58% પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષની સરખામણીએ 2.46% વધુ પરિણામ છે.

કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025 માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. પરિણામ જાહેર થતાં જ કંઈ ખુશી કહી ગામનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું ધોરણ 10 બોર્ડનું 83.58% પરિણામ જાહેર થયું છે.જિલ્લાના કુલ 493 વિદ્યાર્થીઓએ A-1  ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો આ તરફ જિલ્લાની 70 શાળાઓનું સો ટકા પરિણામ જાહેર થયું છે.

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું 98.45 ટકા પરિણામ તો સૌથી ઓછું આમોદ કેન્દ્રનું ૫૫.૬૮ ટકા પરિણામ જાહેર થયું છે.આ તરફ અંકલેશ્વરની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર એક કેન્દ્રનું પરિણામ 79.55 ટકા,અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું 92.74%,અંકલેશ્વર-2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાનો આ વખતે રેકોર્ડ પરિણામ જાહેર થયું છે વર્ષ 2024 માં ભરૂચ જિલ્લાનું 81.12 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે 2023 માં 61.7 ટકા પરિણામ જાહેર થયું હતું.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.