ભરૂચ : જીલ્લામાં પલ્સ પોલીયોનો નેશનલ ઇમ્યુનાઝેશનના 3 રાઉન્ડ યોજાશે.

જેનો ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય અને આરોગ્ય અધિકારીની હાજરીમાં બાળકોને પોલીયોની રસી પીવાડી શુભારંભ કરાયો હતો.

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચ જિલ્લામાં આજરોજ પલ્સ પોલીયોનો નેશનલ ઇમ્યુનાઝેશનના 3 (NID) રાઉન્ડ યોજાનાર છે.જેનો ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય અને આરોગ્ય અધિકારીની હાજરીમાં બાળકોને પોલીયોની રસી પીવાડી શુભારંભ કરાયો હતો.

ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામા આવે છે. જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે 23 જાન્યુઆરીથી પોલીયો બુથ ઉપર પોલીયોનાં ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવનાર છે.

જેના ભાગરૂપે ભરૂચ ખાતે નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,આરોગ્ય અધિકારી જે.જે.દુલેરા,નંદેલાવ પંચાયત સરપંચ લક્ષ્મી ચૌહાણની હાજરીમાં બાળકોને પોલીયોની રસી પીવાડી શુભારંભ કરાયો હતો. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસતથા મોબાઇલ ટીમ દ્વારા (હાઈરીસ્ક વિસ્તાર,ઇંટોના ભઠઠા,શેરડી કટીંગઅગરીયા વિસ્તારઝુંપડપટ્ટીઓજંગલો,અને બાંધકામ ચાલતા હોય તેવા તમામ વિસ્તારો)ના તમામ બાળકોને  આવરી લઈ પોલીયોના બે ટીંપા પીવડાવવાની કામગીરી કરવામાં આવનાર છે.ભરૂચ જિલ્લાના 1005 બુથ રસીકરણમાં આરોગ્ય વિભાગના 4020 જેટલા કર્મચારીઓની કુલ 2010 જેટલી ટીમ 204 જેટલા સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરશે.જ્યારે 231 જેટલી ટ્રાન્ઝીટ ટીમ અને મોબાઈલ ટીમ ઘરે-ઘરે જઈને પોલિયો રસી પીવડાવામાં આવશે.

Latest Stories