New Update
/connect-gujarat/media/media_files/2026/02/15/gnfc-2026-02-15-15-21-56.jpg)
ભરૂચ સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)માં શનિવારે મોડીરાત્રે ગેસ ગળતરની ઘટના સામે આવી છે. કંપનીના TDI પ્લાન્ટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતા ક્લોરીન ગેસ લીક થયો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
ઘટનાના સમયે પ્લાન્ટમાં ફરજ પર રહેલા ત્રણ કર્મચારીઓ ગેસની અસરથી પ્રભાવિત થયા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવ્યા બાદ તેમની તબિયતમાં સુધારો નોંધાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા પ્લાન્ટમાં સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી અને લીકેજ નિયંત્રણમાં લેવામાં આવ્યો હતો. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.આ ઘટનાને લઈને GNFC તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
Latest Stories