ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતી ખાતે સેવાભાવી સંસ્થા રોટરી કોમ્યુનિટી કોર્પસ-ભરૂચના ઉપક્રમે“એક મુઠ્ઠી અનાજ” પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતી ખાતે સેવાભાવી સંસ્થા રોટરી કોમ્યુનિટી કોર્પસ ભરૂચના ઉપક્રમે“એક મુઠ્ઠી અનાજ” પ્રોજેક્ટ અંતર્ગત 360 કીલો ઘઉંના લોટનું દાન કરવાના પુણ્યશાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી કોમ્યુનિટી કોર્પસ ભરૂચના પ્રમુખ શૈલેશ દવેએ સેવા યગ્ન સમિતીના કાર્યકરોની વૃદ્ધ, માનસિક વિકલાંગ અનાથ આશ્રય લેનાર લોકો માટેની અમૂલ્ય સેવાને બિરદાવી પ્રભુ પાસે તેઓના તંદુરસ્તી ભર્યા દિર્ધાયુષ્યની શુભકામના પાઠવી હતી.
સેવાયગ્ન સમિતીના ફરિશ્તારૂપી કાર્યકરોની ટીમના આગેવાન રાકેશ ભટ્ટે પોતાના લાગણી સભર વક્તવ્યમાંRCC દ્વારા વારંવાર વિવિધ પ્રકારની સહાય બદલ સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રોજેક્ટ ચેરમેન ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરે સૌને આવકારી પ્રોજેક્ટ પાછળની અગત્યતા અને ભાવના વિષે જાણકારી આપી હતી.પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે સાગર ઝવેરીએ સેવા આપી હતી. અંતમાં સેક્રેટરી સ્મિતા સોનીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌકોઈને પ્રોજેક્ટને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.