ભરૂચ: જંબુસર નજીક ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં, મોટી હોનારાતની દહેશત !

ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે

New Update
  • ભરૂચના જંબુસર નજીકથી પસાર થાય છે ઢાઢર નદી

  • ઢાઢર નદી પર આવેલો છે 40 વર્ષ જૂનો બ્રિજ

  • બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં 

  • વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર

  • બ્રિજમાં તાત્કાલિક સમારકામની કરાય માંગ

ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે
ભરૂચ જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતાં હજારો વાહનચાલકોના માથે ખતરો ઉભો થયો છે. ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહયાં છે ત્યારે જાનહાનિનો ભય સેવાઈ રહયો છે. બ્રિજ જર્જરીત હોવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારીનો અનુભવ થઈ રહયો છે.જંબુસરથી ભરૂચ જતો ધોરીમાર્ગ જે સૌરાષ્ટ્ર થી દક્ષિણ ભારત તરફ જતો વાહનોની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે.
આ રસ્તા ઉપરથી અસંખ્ય વાહનો અવરજવર કરે છે. આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે અને પુલ ઉપર તિરાડો પડી ગઈ છે અને સળિયા પણ દેખાય છે. વાહન ચાલકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થઈ રહ્યાં છે.જંબુસરના માજી ધારાસભ્ય સંજય સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદ રણા અને નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ બ્રિજની મુલાકાત લીધી હતી. ચોમાસા પહેલાં બ્રિજનું રીપેરિંગ કરવામાં આવે તેવી માગણી આગેવાનોએ કરી છે.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.