ભરૂચ: કોરોનાના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ માત્ર 1 કેસ જ એક્ટિવ

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા..

New Update
  • રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો

  • એક દિવસમાં 170 નવા કેસ નોંધાયા

  • ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય

  • અત્યારસુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેની સામે ભરૂચમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજયમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં કોરોનાના  717 એક્ટિવ કેસ છે અને  23 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાયા છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય જણાય રહી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે.
આ તરફ ભરૂચ આરોગ્ય વિભાગ પણ સજજ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોરોનાના પોઝિટિવ કેસોની સારવાર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટરની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: કારગીલ વિજય દિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • આજે કારગીલ વિજય દિવસ

  • ભરૂચમાં યુવા ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • સ્ટેચ્યુ પાર્ક ખાતે કાર્યક્રમનું આયોજન

  • વીર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

આજરોજ કારગીલ વિજય દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આજ રોજ કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,યુવા ભાજપના ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશની સુરક્ષામાં પોતાના પ્રાણોનો ત્યાગ કરનાર વીરપુત્રોને શત શત નમન કરવામાં આવ્યા હતા.