ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબલિક સ્કૂલમાં 78માં સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યુનિટના જોઈન પ્રેસિડેન્ટ અને સાઈડ હેડ આર. રામકુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ અને હ્યુમન રિસર્ચના હેડ જીતેન્દ્ર પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફાઇનાન્સ અને કોમર્શિયલ હેડ મહાવીર જૈન ઉપસ્થિત રહ્યા હતા.શાળાના 300 જેટલા વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો સહિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. આ પ્રસંગે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
ગુજરાત | સમાચાર , ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબલિક સ્કૂલમાં 78માં સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
New Update
યુનિટના જોઈન્ટ પ્રેસિડેન્ટ અને સાઈડ હેડ આર. રામકુમારે વિદ્યાર્થીઓને દેશના ભવિષ્યને ઉજાગર કરવા માટે પ્રેરિત કર્યા હતા.તેઓએ પોતાના વક્તવ્યમાં પ્રધાનમંત્રીની આવનારી વિવિધ યોજનાઓની વાતો કરી તેમના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના આચાર્ય સુબ્રતા કુંડુંએ પણ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોના સહયોગ થકી શાળાનો વિકાસ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી વિદ્યાલયને પોતાનું ઘર સમજવા અનુરોધ કર્યો હતો.