ભરૂચ: વાગરાના સાયખામાં સગીરા પર દુષ્કર્મનો બનાવ, ક્રાઇમ બ્રાન્ચે દુષ્કર્મ આચરનાર કિશોરની કરી ધરપકડ

ભરૂચના વાગરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની માતાએ ફરીયાદ આપી હતી કે તે પતિ સાથે GIDCમાં મજુરી અર્થે ગયા હતા.આ દરમ્યાન તેની સગીર વયની દીકરી

New Update
bharuhc pilicea
ભરૂચના વાગરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની માતાએ ફરીયાદ આપી હતી કે તે પતિ સાથે GIDCમાં મજુરી અર્થે ગયા હતા.આ દરમ્યાન તેની સગીર વયની દીકરી ઘરે ઝુપડામાં એકલી હોય તેની એકલતાનો લાભ લઇ બાજુમાં રહેતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તેને પકડી લીધી હતી અને બાળકી સાથે તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી તે અને તેનો મિત્ર બન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
Advertisment
આ અંગે વાગરા પોલીસે બી.એન.એસ. તથા પોક્સો એક્ટની સલંગ્ન કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી  સાયખા દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ પૈકી એક કિશોરને દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેર શોપીંગ નજીક બાવળની ઝાડીઓમાંથી ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories