ભરૂચ: એ ડિવિઝન પોલીસે પોક્સો એકટના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે અપહરણ તથા પોસ્કો એક્ટના ગુનામા છેલ્લા બે મહિનાથી નાસતા-ફરતા આરોપી તથા ભોગ બનનાર કિશોરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી

New Update
posko
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે અપહરણ તથા પોસ્કો એક્ટના ગુનામા છેલ્લા બે મહિનાથી નાસતા-ફરતા આરોપી તથા ભોગ બનનાર કિશોરીને ઝડપી
પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગત.૦૬/૧૦/૨૦૨૪ ના રોજ ભરૂચ પોક્સો અને અપહરણ અંતર્ગત ગુનો નોંધાયો હતો જેમા આરોપી સગીરાને ભગાડી ગયો હતો.અપહરણ થયેલ ભોગ બનનાર કિશોરી તથા આરોપીને શોધી કાઢવા પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ ડી.એ.ઝાલની ટીમને બાતમી મળી કે અપહરણ થયેલ ભોગ બનનાર કિશોરી તથા આરોપી સુરત જીલ્લાના બારડોલી ખાતે હાજર છે તેવી હકીકતના આધારે પોલીસે કૃતિક રમેશભાઇ વસાવા ઉ.વ.-૨૨ની ધરપકડ કરી હતી જ્યારે કિશોરીનો પણ કબ્જો મેળવવામાં આવ્યો હતો 
Latest Stories