New Update
/connect-gujarat/media/media_files/2025/06/12/8lAWuWDcIomdAt9qAafu.jpg)
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી પાસેથી ટ્રકમાં કતલના ઇરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવી બે ઇસમોને ઝડપી 23.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગૌ રક્ષક વિકાસ કાયસ્થ સહિત અન્ય ગૌ રક્ષક મારફતે બાતમી મળી હતી કે આઇસર ટ્રકમાં ભેંસોને ક્રુરતા પૂર્વક ભરી કતલના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે શ્રવણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી.અને તેમાં તપાસ કરતા તેમાં ખીંચોખીંચ ભરેલ 16 જેટલી ભેંસો મળી આવી હતી.
પોલીસે 8 લાખની ભેંસો અને 15 લાખની ટ્રક તેમજ ફોન મળી કુલ 23.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કરજણના વલણ ગામના બાબર કોલોની મસ્જિદની બાજુમાં રહેતા ટ્રક ચાલક યુનુસ ઇબ્રાહિમ મઠીયા અને ક્લીનર પીરુશા બચુશા દિવાનને ઝડપી પાડ્યો હતો.અને પશુ અંગે પૂછપરછ કરતા તે કરજણના સાપા ગામના સમીર મુસા પટેલએ બોરસદ ચોકડી ખાતેથી ભરી આપી મહારાષ્ટ્રના ધુલિયા પરભડી ગામે લઈ જતા હોવાની કબૂલાત કરી હતી.