ભરૂચ : વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં ધો. 10-12 બોર્ડની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો...

ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં ધોરણ 10 અને 12 બોર્ડની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન

New Update
school 1

ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં ધોરણ 10 અને 12 બોર્ડની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ ભરૂચના ભૂતપૂર્વ પ્રથમ લેડી પ્રેસિડેન્ટ રીઝવાના તલકીન જમીનદાર ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના મનુબર રોડ પર આવેલ વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં આયોજિત શુભેચ્છા સમારોહમાં વિદ્યાર્થીનીઓએ અભ્યાસ દરમિયાન મેળવેલ પોતાના અનુભવો સાથે વિવિધ પ્રેરણાદાયક વક્તવ્ય રજૂ કર્યા હતા. આ સાથે જ વર્ષ દરમિયાન શાળાની આંતરિક તેમજ બાહ્ય વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન રિઝવાના જમીનદારએ કાર્યક્રમની પ્રશંસા કરતા વિદ્યાર્થિનીઓને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કેજીવનમાં સફળ બનવા સપના જુઓ અને દૂરદર્શિતા રાખી તમારું લક્ષ્ય નક્કી કરો. નકારાત્મકતાથી દૂર રહી આગળ વધવાનો પ્રયત્ન કરતા રહો. સફળતાના રસ્તામાં આવતા પડકારોનો હિંમતથી સામનો કરી આગળ વધો. વધુમાં તેમણે વિદ્યાર્થીનીઓને નાનકડી પ્રવૃતિ દ્વારા સમાજને કેવી રીતે મદદગાર બની શકાય  તેની સમજૂતિ આપી હતી. આ પ્રસંગે શાળાના સીઈઓ નુસરતજહા બેન અને આચાર્ય રફિયાબેનએ  વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી હતી. શાળાના શિક્ષિકા બહેન શેખ મુબસ્સીરા બેન તેમજ (વિદ્યાર્થીનીઓ) પટેલ મિસબા અને ચોક્સી હુમેરા થકી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુંદરતા પૂર્વક કરવામાં આવ્યું હતું.