ભરૂચ: ભોલાવ ગામમાં રૂ.10 લાખના ખર્ચે ભવ્ય ગેટનું કરાશે નિર્માણ,ખાતમુહૂર્ત કરાયુ

ભરૂચના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના આકર્ષક ગેટ અંગે રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆતને ધ્યાનમાં રાખી રૂપિયા 10 લાખના ખર્ચે ગેટ મંજુર કરવામાં આવ્યો

New Update
  • ભરૂચના ભોલાવમાં યોજાયો કાર્યક્રમ

  • ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

  • ગામમાં ગેટનું કરાશે નિર્માણ

  • રૂ.10 લાખનો કરાશે ખર્ચ

  • ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતના પ્રવેશ દ્વારના કામનું આજરોજ સરપંચ,ડેપ્યુટી સરપંચના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના આકર્ષક ગેટ અંગે રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆતને ધ્યાનમાં રાખી રૂપિયા 10 લાખના ખર્ચે ગેટ મંજુર કરવામાં આવ્યો છે.
પ્રવેશ ગેટનું આજરોજ ગામના સરપંચ નિમિશાબેન પરમાર અને ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારે પંચાયત ભવન અને આકર્ષક ગેટ તૈયાર થયા બાદ તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
Latest Stories