ભરૂચ : રુંગટા વિદ્યાભવન ખાતે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ રુંગટા વિદ્યાભવનનો ભવ્ય શપથવિધિ સમારોહ યોજાયો...

ભરૂચમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રુંગટા વિદ્યા ભવન ખાતે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ રુંગટા વિદ્યાભવનનો શપથ ગ્રહણ સમારંભ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.

Rungta School.png
New Update

ભરૂચમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રુંગટા વિદ્યા ભવન ખાતે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ રુંગટા વિદ્યાભવનનો શપથ ગ્રહણ સમારંભ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રતિષ્ઠિત સમારંભમાં રોટરી 3060ના પૂર્વ ગવર્નર દેવાંગ ઠાકોર ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચની રુંગટા વિદ્યાભવન ખાતે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ રુંગટા વિદ્યા ભવનના ભવ્ય શપથવિધિ સમારોહની શરૂઆતમાં ઇન્ટરેક્ટ ચેરમેન ડૉ. પાર્થ બારોટે શાળાના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલાને ઔપચારિક રીતે ઇન્ટરેક્ટ ચાર્ટર સોંપ્યો હતો. આ ક્ષણે ઉપસ્થિત સૌ મહેમાનો અને વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લીધી હતી. ત્યારબાદ દેવાંગ ઠાકોરે નવનિયુક્ત પ્રમુખ કુમારી શ્રુતિ શ્રીવાસ્તવ અને તેમના સમગ્ર બોર્ડને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે નવા નેતૃત્વ હેઠળ ઇન્ટરેક્ટ ક્લબની નવી સફરનો પ્રારંભ થયો હતો.

આ મહત્વપૂર્ણ પ્રસંગે રોટરી પ્રમુખ રીઝવાના જમીનદારસચિવ સંતોષ સિંઘપૂર્વ પ્રમુખ પ્રશાંત રૂઈયા અને તલકીન જમીનદાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. તેમની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ મહત્વ અને ગરિમા પ્રદાન કરી હતી. પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં દેવાંગ ઠાકોરે ઇન્ટરેક્ટનું મહત્વ વિસ્તારથી સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આ સંગઠનમાં જોડાવા અને સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમના શબ્દોએ યુવા વિદ્યાર્થીઓમાં નવો જોશ અને ઉત્સાહ ભર્યો હતો. રુંગટા વિદ્યા ભવનના કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવલે પોતાના વક્તવ્યમાં ઇન્ટરેક્ટ ક્લબ પ્રત્યે સંસ્થાની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું કેઆ ક્લબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.કાર્યક્રમના સમાપનમાં નવનિયુક્ત સચિવ સચિન સિફાએ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતોઅને ભવિષ્યની યોજનાઓ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓશિક્ષકો અને મહેમાનોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. જે ઇન્ટરેક્ટ ક્લબના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.

#Bharuch News #RUNGTA VIDYA BHAVAN
Here are a few more articles:
Read the Next Article