ભરૂચ: સ્ટેશન રોડ પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી, બાઈકચાલક દબાઇ જતા ઇજા

ચોમાસા દરમિયાન વૃક્ષો ધરાશયી થવાની ઘટના બનતી હોય છે પરંતુ ભરૂચમાં ઉનાળાના પ્રારંભે જ ઘટાદાર વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની હતી. ભરૂચના રેલ્વે સ્ટેશન

New Update
bharuch tree
ચોમાસા દરમિયાન વૃક્ષો ધરાશયી થવાની ઘટના બનતી હોય છે પરંતુ ભરૂચમાં ઉનાળાના પ્રારંભે જ ઘટાદાર વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની હતી. ભરૂચના રેલ્વે સ્ટેશન રોડ પર બોમ્બે શોપિંગ સેન્ટર નજીક આવેલ એક ઘટાદાર વૃક્ષ અચાનક જ ધરાશયી થઈ ગયું હતું જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. વૃક્ષ ધરાશાયી થતા નીચે ઉભેલ બાઈક ચાલક દબાઈ ગયો હતો.

બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગના કર્મીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રત બાઈક ચાલકને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા વૃક્ષને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત  કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
Advertisment
Advertisment
Latest Stories