New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
બીડીએમએ ખાતે આયોજન કરવામાં આવ્યું
આત્મનિર્ભર ભારતને આગળ વધારવા પ્રયાસ
આયાત/નિકાસ અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિવિધ કંપનીના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
ગુજરાત સરકાર એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ દ્રારા ટ્રેડ દ્રારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આત્મનિર્ભર ભારત માટે
આયાત-નિકાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
આત્મનિર્ભર ભારત ચળવળ અને ભારત સરકારની નવી વિદેશ વેપાર નીતિને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકાર એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ગુજરાતના મુખ્ય શહેરોમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ પહેલના ભાગ રૂપે, એએમએ દ્રારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચ ખાતે આરબીઆઈ ગાઈડલાઈન્સ ફોર એક્સપોર્ટર્સ, રૂપી સેટલમેન્ટ મિકેનિઝમ, એન્ડ અધર આસ્પેક્ટ્સ" વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું નેતૃત્વ ગૌરાંગ વસાવડા દ્રારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નિકાસકારો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો અને સ્ટાફ, સલાહકારો, એમએસએમઈ કંપની માલિકો અને સ્ટાફ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, ઉદ્યોગસાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના સિનિયર મેનેજર દેવાંગ દેસાઈ , ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ચેરમેન દેવાંગ ઠાકોર , ચીફ એક્સીક્યુટિવ ઓફિસર જયેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.