New Update
ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયો કાર્યક્રમ
પાંજરાપોળને મશીન અર્પણ કરાયુ
ગૌ સ્ટીક અને દીવડા બનાવવાનું મશીન અપાયું
હરિઓમ સોલાર ફાઉન્ડેશનનું સેવાકાર્ય
ગાય માતાનું પુજન અર્ચન કરાયુ
ભરૂચના હરિઓમ સોલાર ફાઉન્ડેશન દ્વારા ભરૂચ પાંજરાપોળને ગાયના છાણમાંથી ગૌ સ્ટિક તેમજ દીવડા બનાવવાનું મશીન દાનમાં આપવામાં આવ્યું છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસીઓના ઉત્થાન માટે કાર્યરત હરિઓમ સોલાર ફાઉન્ડેશન દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું છે.
હરિઓમ સોલાર ફાઉન્ડેશન દ્વારા રૂ.1.50 લાખમાં ખર્ચે ભરૂચ પાંજરાપોળને ગૌસ્ટિક અને દીવડા બનાવવા માટેનું મશીન દાનમાં આપવામાં આવ્યું છે.આ મશીન અર્પણ કરતો કાર્યક્રમ આજરોજ પાંજરાપોળ ખાતે યોજાયો હતો.
જેમાં ગૌ પુજન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હરિઓમ સોલાર ફાઉન્ડેશનના ટ્રસ્ટી મગન હનીયા, સેક્રેટરી નવીન પરમાર, દિપક અદરોજા તેમજ ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા અને પ્રવિણ શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. આ મશીનમાં ગાયના છાણમાંથી ગૌસ્ટિક અને દીવડા સહિતની વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવશે.