/connect-gujarat/media/media_files/2025/02/05/b1nfq3AKoJZUk0KszYVA.jpeg)
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી અને મિટકોન કન્સલ્ટન્સી એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓના આંતરવ્યક્તિગત કૌશલ્ય વિકાસ, એપ્ટિટ્યુડ પરીક્ષા તૈયારી, ઇન્ટરવ્યૂની તૈયારી અને ઉદ્યોગ સાથે જોડાણ માટે મિટકોન કન્સલ્ટન્સી એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ અને લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી-ભરૂચ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ MoU લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી અને મિટકોન કન્સલ્ટન્સી એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ વચ્ચે ગત તા. 04 ફેબ્રુઆરી-2025ના રોજ કરવામાં આવ્યો હતો.
આ અવસરે કોલેજના પ્રિન્સિપાલ ડો. હસુમતી રાજ અને બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ દીપ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગીદારીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે નજીકથી જોડવાનો છે. શૈક્ષણિક અભ્યાસ દરમિયાન જ, વિદ્યાર્થીઓ ક્લિનિકલ રિસર્ચ અને આ ઉદ્યોગમાં ઉપલબ્ધ સંભાવનાઓ તેમજ કારકિર્દી વિકાસના માર્ગો વિશે જાણકારી મેળવી શકે તે સુનિશ્ચિત કરવું છે. આવનાર મહિના દરમ્યાન, બન્ને સંસ્થાઓ સંમત થયેલા પગલાંઓના અમલ માટે નજીકથી સાથે કામ કરવા જઈ રહી છે.