ભરુચ એસ.પી મયુર ચાવડાની અધ્યક્ષતામાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે શહેર શાંતિ સમિતિનીની બેઠક મળી હતી.જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનો ઉપરાંત ગણેશ મહોત્સવના આયોજકો અને મસ્જિદના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભરુચના કુકરવાડા ખાતે કોમી તંગદિલીના બનાવ બાદ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય અને આગામી ઇદે મિલાદ અને ગણેશ મહોત્સવના ત્તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટેની ચર્ચા કરવા સાથે સૌ પોત પોતાની રીતે પણ સક્રિય થઈ તે માટે સમજાવટ સહિતની જરૂરી કાર્યવાહી કરશે તેવો નિર્ણય પણ કરાયો હતો.
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોક સહયોગથી તમામ ધર્મના તહેવારોની કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અનુરોધ પણ કર્યો હતો. શાંતિ સમિતિના અગ્રણીઓ દ્વારા પણ લોકોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી.ભરુચ પોલીસ દ્વારા શહેરની શાંતિ ન ડહોળાય અનેકોમી એકતા ભર્યા માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રજાજનો પણ તેમાં પૂરતો સહયોગ આપે તે જરૂરી છે.