New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
કડવા પાટીદાર મંડળ દ્વારા આયોજન
સ્નેહ મિલન સમારોહ યોજાયો
સમાજના સભ્યો ઉત્સાહભેર જોડાયા
વિવિધ રમતો રમાડવામાં આવી
ભરૂચના શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા સમાજના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.
ભરૂચ શહેરમાં શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા સમાજમાં એકતા,ભાઈચારો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ મહંતસ્વામી સભા સ્થળ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓ યોજાઈ હતી.
કેરમ,ચેસ, ડ્રોઈંગ, મહેંદી સ્પર્ધામાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.સદર કાર્યક્રમમાં શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળના પ્રમુખ રાજનીકાંત પટેલ,ઉપપ્રમુખ નિર્દેશ પટેલ તથા મંત્રી હિતેશ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories