ભરૂચ: નેત્રંગના ધાણીખૂંટ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો

સાડા પાંચ વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ તરફ આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે.

ચાંદીપુરા વાયરસ
New Update

ચાંદીપુરા વાયરસ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે અત્યાર સુધીમાં કુલ 88 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી ૩૬ બાળકોના મોત નિપજીયા છે ત્યારે ચાંદીપુરા વાયરસની ભરૂચ જિલ્લામાં પણ એન્ટ્રી થઈ છે. ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીખુંટ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે.

સાડા પાંચ વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ તરફ આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે. આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમ દ્વારા જે જગ્યાથી કેસ મળી આવ્યો છે તેની આસપાસ દવાનો છંટકાવ સહિતની કામગીરી અને સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.

#Connect Gujarat #ચાંદીપુરા વાયરસ #Chandipura virus #ધાણીખૂંટ ગામ
Here are a few more articles:
Read the Next Article