ભરુચ: પગુથણ ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય મજૂર પરિવારનું ત્રણ વર્ષનું બાળક કેનાલમાં પડી જતાં ડૂબ્યો

ભરુચના પગુથણ ગામની સીમમાં રહેતા મહારાષ્ટ્રના એક પરિવારનું ત્રણ વર્ષનું બાળક રમતાં રમતાં કેનાલમાં પડી જતાં ડૂબ્યો, પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

paguthan
New Update

ભરુચના પગુથણ ગામની સીમમાં રહેતા મહારાષ્ટ્રના એક પરિવારનું ત્રણ વર્ષનું બાળક રમતાં રમતાં કેનાલમાં પડી જતાં ડુબી ગયું હતું.આ સમયે ત્યાંથી પસાર થતા બાઈક ચાલકે તેને જોતા ઘટનાની જાણ થઈ હતી.આ મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના અક્કલકૂવામાં રહેતાં દિનેશ વસાવા છેલ્લાં અઢી વર્ષથી ભરૂચ તાલુકાના પગુથણ ગામે આવ્યાં હતાં. જ્યાં તેઓ બ્લોક બનાવવાની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે બપોરના સમયે તેઓ પગુથણ ગામની કેનાલ પાસે કામ કરી રહ્યાં હતાં.તે વેળાં તેમનો 3 વર્ષનો પુત્ર અવિનાશ રમતાં રમતાં કેનાલમાં પડી જતાં તણાઇ ગયો હતો.પુત્ર આસપાસ ન જણાતાં તેમણે આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી.તે દરમિયાન કેનાલ પાસેથી પસાર થતાં એક બાઇક ચાલકે બાળકને કેનાલમાં તણાતાં જોઇ તેને બહાર કાઢ્યો હતો. જેની જાણ પરિવારજનો થતા તેઓ 108ની ટીમને જાણ કરતાં તેને સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડ્યો હતો.જ્યાં તેનું મોત થયાનું માલુમ પડતાં ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#Bharuch #falling #Paguthan village
Here are a few more articles:
Read the Next Article