ભરૂચ: સુરક્ષિત મનાતા એક્સપ્રેસ વે પર પ્રતિબંધ વચ્ચે ટુ વ્હીલર દોડતુ નજરે પડયુ

પ્રતિબંધ વચ્ચે એક્સપ્રેસ વે પરથી ટુ વહીલર પસાર થતું નજરે પડ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ટુ વહીલર ક્યાંથી પ્રવેશ્યું એ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે.એક્સપ્રેસ વે પર વાહન ચાલકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

New Update
Delhi Mumbai ExpressWay ViralVideo
દેશના સૌથી ઝડપી અને સુરક્ષિત મનાતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે પર ભરૂચ પાસે ટુ-વ્હીલરના વિડીયો સામે આવ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે ભરૂચથી શરુ કરવામાં આવ્યો છે.ચોમાસાની સીઝનમાં અસમતોલ માર્ગને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.એક્સપ્રેસ વે પર તેજ ગતિએ દોડતા ફોર વહીલરના કારણે ટુ વહીલર માટે પ્રતિબંધ ફરમાવાયો છે.
જો કે આ પ્રતિબંધ વચ્ચે એક્સપ્રેસ વે પરથી ટુ વહીલર પસાર થતું નજરે પડ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ટુ વહીલર ક્યાંથી પ્રવેશ્યું એ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે.એક્સપ્રેસ વે પર વાહન ચાલકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેવામાં આ ટુ-વ્હીલર ચાલકો ઓવર સ્પીડમાં પસાર થતા નજરે પડવું મોટી ચુક તરફ ઈશારો કરે છે.અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસથી એક્સપ્રેસ વે પર ટોલપ્લાઝા પણ કાર્યકરત કરી દેવામાં આવ્યું છે...
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories