ભરૂચ: ABVP દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરુચ જિલ્લાના સંયોજક મિહિર પટેલની આગેવાનીમાં એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું

author-image
By Connect Gujarat
New Update

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરુચ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનું નિરકરણ મુદ્દે કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું 

ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરુચ જિલ્લાના સંયોજક મિહિર પટેલની આગેવાનીમાં એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પોર્ટલમાં ખામી હોવાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયાએ દૂરદર્શી નિર્ણય છે પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ કોલેજોમાં પ્રવેશ પોર્ટલને બદલે પ્રવેશ પ્રક્રિયા હેઠળ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.