ભરૂચની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ, ફાયર સેફટીના અભાવે એક શાળા છે સીલ

ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે ગુરુવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ શાળા અને વર્ગ ખંડો વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા.

New Update

ભરૂચ જીલ્લામાં નવા સત્ર સાથે સ્કૂલોમાં નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા 

ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે ગુરુવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ શાળા અને વર્ગ ખંડો વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા.ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે ગુરુવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પુરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી 370 શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે. માર્ગો ઉપર સ્કૂલ વર્ધિના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતન વંતો જોવા મળ્યો હતો.નાના ભુલાકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો.
તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડતી હતી. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર જિલ્લાની શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લાની 371 પૈકી જંબુસરની બ્રાઇડ લાઇન શાળાને સીલ કરવામાં આવી છે તો આ તરફ સ્કૂલવાન તેમજ રિક્ષામાં પણ ફાયર સેફ્ટીના સાધનો બાબતે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે
#ભરૂચ #શાળા #ફાયરસેફટી #વિધાર્થી #નવું શૈક્ષણિક સત્ર શરૂ
Here are a few more articles:
Read the Next Article