ભરૂચ : આર્મીમાં ફરજ બજાવતા ઝઘડીયા-સંજાલીના જવાન નિવૃત્ત થઈ વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સંજાલી ગામમાં રહેતા અને પોતાની સેવા સમાપ્તિ બાદ વતન પરત ફરેલા આર્મી મેનનું રાજપારડી ચાર રસ્તા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

New Update

રાજપારડી ચાર રસ્તા ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો

ઝઘડીયા-સંજાલીના જવાન નિવૃત્ત થઈ વતન પરત ફર્યા

જવાન નિવૃત્ત થઈ વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું

દેશ માટે સેવા આપવા બદલ લોકોએ શુભેચ્છાઓ પાઠવી

મોટી સંખ્યામાં નગરજનો-પરિવારના સભ્યોની ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સંજાલી ગામમાં રહેતા અને પોતાની સેવા સમાપ્તિ બાદ વતન પરત ફરેલા આર્મી મેનનું રાજપારડી ચાર રસ્તા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંજાલી ગામના વતની રાજેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ગોહિલએ ઇન્ડિયન આર્મીમાં 2007માં જોઈનીગ કર્યું હતું.

તેઓએ મહારાષ્ટ્રરાજસ્થાનહરિયાણાજમ્મુ-કાશ્મીરલેહ-લદાખ સહિતના અલગ અલગ રાજ્યમાં ફરજ બજાવી છે. UNની અલગ અલગ દેશની આર્મી સાથે સાઉથ આફ્રિકામાં પણ તેઓ સેવા આપી ચૂક્યા છેત્યારે આર્મીમાં ફરજ બજાવતા ઝઘડીયા-સંજાલીના જવાન નિવૃત્ત થઈ વતન પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ આર્મીમેનને ફુલહાર પહેરાવી દેશ માટે સેવા આપવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

 

Latest Stories