/connect-gujarat/media/media_files/2026/01/03/aimim-2026-01-03-15-37-08.jpg)
ભરૂચ શહેરમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના નવા કાર્યાલયનું ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા ભરૂચ જિલ્લાના પ્રભારી શાહિદ મન્સૂરીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે AIMIM પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી શહેર સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. આ કાર્યક્રમ દરમિયાન જફર જી. શેખની AIMIM પાર્ટીના ભરૂચ શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
નવી વરણી સાથે જ પાર્ટી દ્વારા ભરૂચ શહેરમાં સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. AIMIM પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન અને નવી નિમણૂકને પગલે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પાર્ટી આગેવાનોએ ભવિષ્યમાં ભરૂચ જિલ્લામાં સંગઠન વિસ્તરણ અને જનસંપર્ક વધારવા પર ભાર મુક્યો હતો.