ભરૂચ: અંબિકા યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા વિઘ્નહર્તાની ભવ્ય આગમન યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ આયોજકો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનો આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • શ્રીજીની આગમન યાત્રાનું આયોજન

  • ડી.જે.ના નાદ સાથે વિધ્નહર્તાને આવકાર

  • મોટી સંખ્યમાં શ્રદ્ધાળુઓ જોડાયા

ભરૂચના અંબિકા યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ આયોજકો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનો આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચના અંબિકા યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભવ્ય અને અલૌકિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રવણ ચોકડીથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા શક્તિનાથ સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધી હતી. સમગ્ર માર્ગ પર ભક્તિનો માહોલ છવાયો હતો, ભક્તો ઉત્સાહભેર ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે જોડાયા. રંગીન લાઇટિંગ, સુશોભિત રથ અને સાંસ્કૃતિક ઝાંખીઓએ સમગ્ર શોભાયાત્રાને અદભુત અને યાદગાર બનાવી દીધી.
Latest Stories