ભરૂચ: સેવાયજ્ઞ સમિતિને પાનોલીની સોલવે સ્પેશિયાલિટી કંપની દ્વારા એમબ્યુલન્સ દાનમાં આપવામાં આવી

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિને પાનોલીની સોલવે સ્પેશિયાલિટી કંપની દ્વારા રૂપિયા 17 લાખના ખર્ચે એમ્બ્યુલન્સનું દાન આપવામાં આવ્યું છે.

New Update

ભરૂચની સેવાયજ્ઞ સમિતિને અપાયું દાન

એમબ્યુલન્સનું દાન અપાયું

સોલવે કંપની દ્વારા દાન આપવામાં આવ્યું

રૂ.17 લાખનો કરવામાં આવ્યો ખર્ચ

સારી આરોગ્યપ્રદ સેવા મળી રહેશે

લોકોની આરોગ્યસંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાનોલી GIDC સ્થિત સોલવે સ્પેશ્યલિટી કંપનીએ સામાજિક જવાબદારી હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિને રૂ. 17 લાખના ખર્ચે એક આધુનિક સુવિધાયુક્ત  એસી એમ્બ્યુલન્સ દાનમાં આપી છે.આ એમ્બ્યુલન્સ સમિતિના આરોગ્ય સેવાનાં વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે અને દુર્ઘટના કે તાત્કાલિક સારવારની જરૂરિયાતના સમયે જનસામાન્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે સોલવે કંપનીના યુનિટ હેડ હિમાંશુ ગોંડલિયા, csr હેડ થોમસ જ્હોન,સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, હિમાંશુભાઈ , કનુભાઈ ઠક્કર તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories