આમોદમાંથી પસાર થતાં માર્ગનું કરાશે નવીનીકરણ
રૂ. 70 લાખના ખર્ચે RCC રોડના કામનું ખાતમુહૂર્ત
જંબુસરના MLA ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
દૈનિક વાહન વ્યવહારમાં લોકોને સારી સુવિધા મળશે
લોકોએ આનંદ વ્યક્ત કરી ધારાસભ્યનો આભાર માન્યો
ભરૂચ જિલ્લાના આમોદમાંથી પસાર થતાં માર્ગનું રૂ. 70 લાખના ખર્ચે નવનીકરણકરી RCC રોડના કામનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે આમોદ શહેરમાં મહત્વપૂર્ણ માર્ગ વ્યવસ્થામાં વધુ એક નોંધપાત્ર ઉમેરો થયો છે. આમોદને અડીને આવેલ દાંડી માર્ગ પર મલ્લા તલાવડીથી ડો. ભીમરાવ આંબેડકર સર્કલ સુધી રૂ. 70 લાખના ખર્ચે RCC રોડના નવનીકરણનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કામગીરીથી શહેરવાસીઓને દૈનિક વાહન વ્યવહારમાં સુવિધા મળશે તેમજ વરસાદી મોસમમાં માર્ગ પર થતા પાણીના ભરાવા જેવી સમસ્યાઓથી રાહત મળશે, ત્યારે સ્થાનિકોએ પણ રોડના નવનીકરણ અંગે આનંદ વ્યક્ત કરી ધારાસભ્ય તથા તંત્રનો આભાર માન્યો હતો. આ પ્રસંગે આમોદ શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, લોક પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.