ભરૂચ : જૂના તવરા ગામે મુખ્ય માર્ગ પર 2 ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં .

ભરૂચની પૂર્વપતિ ઉપર બેફામ બનેલા ભુ માફિયાઓના ડમ્પરો રાત દિવસ દોડતા હોય છે જેના પગલે  અનેક પ્રકારની દુર્ઘટનાઓ પણ અવાર નવાર સામે આવતી હોય છે 

New Update

ભરુચના  જુના તવરા  ગામે મુખ્ય માર્ગ ઉપર બે ડમ્પર આમને સામને ભટકાતા અકસ્માત સર્જાય હતો જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડમ્પરો ભટકાતા મોટી દુર્ઘટના સર્જાય જોકે આ ઘટનામાં કોઈને કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી

ભરૂચની પૂર્વપતિ ઉપર બેફામ બનેલા ભુ માફિયાઓના ડમ્પરો રાત દિવસ દોડતા હોય છે જેના પગલે  અનેક પ્રકારની દુર્ઘટનાઓ પણ અવાર નવાર સામે આવતી હોય છે ત્યારે જુના તવરા ગામે  મુખ્ય માર્ગ ઉપર ગામના પાટિયા નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જતાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધવા પામી નથી. પરંતુ આ સમય દરમિયાન ત્યાં મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો દુર્ઘટનામાં સામ સામે અથડાયેલ ડમ્પરમાં એક ડમ્પર રોડની નીચે ખાડીના ભાગમાં પડી ગયું હતું ત્યારે બીજું ડમ્પર  મુખ્ય માર્ગ ઉપર જ હતો જોકે બંન્ને ડમ્પર ને ક્રેન અને જીસીબી ના માધ્યમથી રોડના મુખ્ય માર્ગ પરથી ખસેડવામાં આવ્યા હતા

જોકે ભરૂચની પૂર્વપટ્ટી ઉપર બેફામ બનેલા ભુ માફિયાઓ રાત દિવસ રેતીમાં દોડતા ડમ્પરોથી સ્થાનિક લોકોને વારંવાર હેરાન પરેશાન થતા હોય છે રોજબરોજ એક થી બે અકસ્માતો સર્જાતા હોય છે પૂર્વપટ્ટી ના ગામ ના લોકોએ આ બાબતે અનેક રજૂઆતો ભરૂચ જિલ્લા તંત્રને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ અત્યાર સુધી તંત્ર દ્વારા પણ કોઈ ધ્યાન ન આપતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જો કે આ ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને આ વિસ્તારના નિર્દોષ રાહદારીઓ જેનો ભોગ બનતા હોય છે વારંવાર સ્થાનિકો  દ્વારા પણ તંત્રને પણ સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે કે આ વિસ્તારમાં આવા ભુ માફિયાઓના રાત દિવસ દોડતા ડંફડોથી લોકોને ભારે હાલાકી ભોગવી પડતી હોય છે તો આખરે  આ ડમ્પરો ક્યારે બંધ થશે તે એક લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે

Latest Stories