ભરૂચ: જંબુસરમાં વૃદ્ધ પર આખલાએ હુમલો કરતા શરીરે 6 ફ્રેક્ચર, સારવાર અર્થે ખસેડાયા

ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. જંબુસરમાં આખલાએ 70 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • ખાનપુરી ભાગોળ વિસ્તારમાં હુમલો

  • આખલાએ વૃદ્ધ પર હુમલો કર્યો

  • વૃદ્ધને શરીરે 6 ફ્રેક્ચર

  • રખડતા ઢોર પકડવાની માંગ

Advertisment
ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. જંબુસરમાં આખલાએ 70 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે.જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા 70 વર્ષીય મૂર્તુજા સૈયદ નામના વૃદ્ધ પર આખલાએ હુમલો કર્યો હતો જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધને આખલાના હુમલામાં શરીરે છ ફ્રેક્ચર થયા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે.નગર સેવા સદન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવાના દાવા કરવામાં આવે છે. આમ છતા રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે ત્યારે નગર સેવા સદન દ્વારા ઢોર પકડવા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Advertisment
Latest Stories