ભરૂચ: સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અગત્યની બેઠક યોજાય

ભરૂચ ડિસ્ટ્રિક બેંકના હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી

New Update

ભરૂચ ડિસ્ટ્રિક બેંકના હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી

રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ કો ઓપરિટીવ બેંકના હોલ ખાતે યોજાઇ હતી, સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે.
આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,સહકાર મંત્રાલયના સચિવ સંદીપ કુમાર, ધી ગુજરાત સ્ટેટ કો ઓપરિટીવ બેંકના ચેરમેન અજય પટેલ,માજી ધારાસભ્ય મહેશ વસાવા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ સમીક્ષા બેઠકમાં આગેવાનોએ સ્થાનિક કક્ષાના પ્રશ્નોની રજુઆત  કરી હતી અને રાજ્યમંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી.
Latest Stories