ભરૂચ: સંસ્કાર વિદ્યાભવન દ્વારા તા. 1લી ઓક્ટોબરે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન યોજાશે

ભરૂચની સંસ્કાર વિદ્યાભવન દ્વારા તારીખ પહેલી ઓક્ટોબરના રોજ આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન કેટેલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન યોજાશે

New Update

ભરૂચમાં આવેલી છે સંસ્કાર વિદ્યાભવન

સંસ્કાર વિદ્યાભવન દ્વારા યોજાશે પ્રદર્શન

આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન

50 શાળાના 120 વિદ્યાર્થીઓ લેશે ભાગ

માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાય

ભરૂચની સંસ્કાર વિદ્યાભવન દ્વારા તારીખ પહેલી ઓક્ટોબરના રોજ આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન કેટેલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન યોજાશે
ભરૂચની SMCP સંસ્કાર વિદ્યાભવન દ્વારા હોમી લેબના સહયોગથી 1લી ઓક્ટોબર 2024ના રોજ યોજાનાર આગામી આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન 'કેટેલિસ્ટ - ધ ફ્યુચર એક્ઝિબિશન' અંગે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.SMCP સંસ્કાર વિદ્યા ભવન, હોમી લેબ દ્વારા   સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન કેટાલિસ્ટ – ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રેસ કોન્ફરન્સમાં એડમીનિસ્ટ્રેટર શર્મિલા દાસ અને પ્રિન્સિપાલ શૈલજા સિંઘે  એક્ઝિબિશન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.આ એક્ઝિબિશનમાં ભરૂચની 50 શાળાના 120 વિદ્યાર્થીઓ ભાગ લેશે.
Latest Stories