New Update
ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદ એ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મહંમદ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે. આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. મહંમદ પયગંબરના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પયગંબર મહંમદ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે.
એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ ઇદ એ મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.ભરૂચમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ જુલૂસ કાઢી ઇદ એ મિલાદના પર્વની ઉજવણી કરી હતી. ઈદ-મિલાદના જુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
જ્યારે અંકલેશ્વર શહેરમાં ઈદ એ મિલાદ નિમિતે યોજાયેલ જુલુસ લીમડીચોક, શબનમ કોમ્પ્લેક્સ, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઇ કાજી ફળિયા, સુથાર ફળિયા,જૂની સિંધી ઓટો ગેરેજ થઇ હઝરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે પહોંચ્યું હતું,આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.ઠેર ઠેર શરબત પાણી તેમજ નિયાઝનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત જાળવતા શાંતિ પૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર જુલુસ સંપન્ન થયું હતું.
Latest Stories